મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીકથી એક યુવાનને દિવ - દમણના બ્લેન્ડર્સ પ્રાઇડ દારૂની 10 બોટલ સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ત્રાજપર ચોકડી નજીકથી આરોપી ભરતભાઇ દેવાયત્તભાઇ મૈયડને પાસ પરમીટ કે આધાર વગર બ્લેન્ડર્સ પ્રાઇડ રેર પ્રિમીયમ વ્હિસ્કી ફોર સેલ ઇન દાદરા નગર હવેલી એન્ડ દમણ એન્ડ દીવ ઓન્લી લખેલી 10 બોટલ કિંમત રૂપિયા 8500 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી.