મોરબી : મોરબી જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પ્રભારીઓની આજરોજ નિમણૂક કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, મોરબી જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, ભાનુભાઈ મેતા, દુર્લભજીભાઈ દેથરીયા તથા વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર વિમર્શ કરી મોરબી જિલ્લા ભાજપના વિવિધ મોરચાના પ્રભારીઓની નિમણુક કરવામાં આવી છે. જેમાં કિસાન મોરચાના પ્રભારી તરીકે જસુબેન પટેલ, મહિલા મોરચામાં કાજલબેન ચંડીભમર, યુવા મોરચામાં ભાવિનીબેન ડાભી, અનુસૂચિત જાતિ મોરચામાં રસિકભાઈ વોરા તથા બક્ષીપંચ મોરચામાં ગાંડુભાઈ ધરજીયાની વરણી કરવામાં આવી છે.