10 દુકાન શરૂ કરવા મંજૂરી : જિલ્લામાં કુલ 295 દુકાનો થશે મોરબી : મોરબી જિલ્લામાં શહેર કે ગામોમાં વધુ અંતરને કારણે, રાજીનામુ, જનસંખ્યા વધવા તેમજ અવસાનને કારણે પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર યોજના હેઠળ 10 નવી સસ્તા અનાજની દુકાનો શરૂ કરવા અરજીઓ મંગાવાઈ છે. હાલ 285 દુકાનો હોય હવેથી કુલ 295 દુકાનો થશે. મોરબી જિલ્લામાં 10 નવી સસ્તા અનાજની દુકાનો શરૂ કરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસે અરજી મંગાવામાં આવી છે. કોમ્યુટરના જાણકાર અને શિક્ષિત સ્ત્રી-પુરુષ ઉમેદવારોએ 15 જુલાઈ સુધીમાં ઓનલાઈન અરજી કરી દેવા જણાવાયું છે ત્યારે મોરબી શહેરના વોર્ડ નબર-1,6,9 અને મોરબી તાલુકાના ભડીયાદ, રાજપર, જેતપર-1 અને વાંકાનેર ગ્રામ્યમાં માટેલ, કોઠી ગામે, માળીયા તાલુકામાં સરવડ અને ટંકારા તાલુકામાં ટોળ ગામે એમ કુલ 10 નવી સસ્તા અનાજની દુકાન ખુલશે. અગાઉ 285 સસ્તા અનાજની દુકાનો હતી. તેમાં હવે 10 વધતા કુલ મોરબી જિલ્લાની 295 સસ્તા અનાજની દુકાનો થશે. નિયત નમુનામાં કોરા અરજીપત્રકો કે જે તાલુકા મામલતદાર કચેરીની રૂબરૂમાં વિનામુલ્યે મળી શકશે, અજીપત્રકો કામકાજના કલાકો દરમ્યાન તા.૦૧/૦૭/૨૦૨૨ સુધીમાં (જાહેર રજા) રજાના દિવસે સિવાય) સરકારશ્રીનાhttp://ipds.gujarat.gov.in/M5 પોર્ટલ થી તેમજ સંબંધીત મામલતદાર કચેરીમાંથી મેળવી લેવાના રહેશે, સંપુર્ણ વિગતો અને જરૂરી પુરાવા સાથે ભરેલા અરજીપત્રકો તે જ કચેરીમાં તા.૧૫/૦૭/૨૦૨૨ સુધીમાં પહોંચાડવા તથા ઓનલાઈન ભરી આપવાના રહેશે. (સન htto://ipds.gujarat.gov.in/ Ms પોર્ટ પર આવેલ Help Document માં સુચવવામાં આવેલ પ્રક્રિયા મુજબ કરવાની રહેશે.