મોરબી:આગામી 21 જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થનાર છે. ત્યારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2022 જિંગલ પ્રતિયોગીતાનું આયોજન કરાયું છે. જેમાં મોરબીના ટેલેન્ટેડ યુવાનો ભાગ લઈને 25 હજાર રૂપિયાનું રોકડ ઇનામ જીતી શકે છે. આ સ્પર્ધામાં ભાગ લેનારાઓઅે અંગ્રેજી અને અન્ય યુએન ભાષાઓની સાથે ભારતીય બંધારણની આઠમી અનુસૂચિમાં ઉલ્લેખિત કોઈપણ સત્તાવાર ભારતીય ભાષામાં 25-30 સેકન્ડની અવધિની સ્ક્રિપ્ટ અને જિંગલ (વિજ્ઞાપન- ગીત ) પ્રદાન કરવાની રહેશે. આ સ્પર્ધામાં ભાગ લેનારાઓઅે તેમની એન્ટ્રી ઉચ્ચ-ગુણવત્તાવાળી ઑડિઓ ફાઇલ તરીકે કોઈપણ મીડિયા પ્લેટફોર્મ જેમ કે સાઉન્ડક્લાઉડ, યુટ્યુબ, ગૂગલ ડ્રાઇવ, ડ્રૉપબૉક્સ વગેરે પર અપલોડ કરી શકે છે. જિંગલ (વિજ્ઞાપન- ગીત ) યોગ્ય, સુસંગત અને આકર્ષક હોવી જોઈએ. ટિપ્પણીઓ વિભાગમાં (comment section) સાર્વજનિક રીતે ઍક્સેસિબલ લિંક દાખલ કરવી જોઈએ. સ્ક્રિપ્ટને પીડીએફના સ્વરૂપમાં પણ સબમિટ કરી શકાશે. જિંગલ બનાવીને 21 જૂન, 2022 સુધીમાં સબમિટ કરાવવાની રહેશે. વિજેતાને 25,000નું રોકડ ઇનામ આપવામાં આવશે. વધુ માહિતી માટે www.mygov.in વેબસાઈટ પર વિઝિટ કરી શકો છો અથવા 8469761085, 7984517111 પર સંપર્ક કરી શકો છો.