મોરબી : રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા આજે જુદી - જુદી 32 નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલીનો ઘાણવો કાઢ્યો છે જે અન્વયે વાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર તેજલબેન મૂંધવાની પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા ખાતે અને હળવદ નગરપાલિકાના ચીફ ઓફિસર પાંચાભાઈ માળીની બનાસકાંઠાના થરાદ ખાતે બદલી કરવામાં આવી છે. જો કે બન્ને નગરપાલિકામાં નવા ચીફ ઓફિસર મુકવામાં ન આવતા ઇન્ચાર્જથી ગાડુ ગબડાવવામાં આવશે.