વિધાનસભાની ચૂંટણી ઢૂંકડી આવ્યાના અણસારો વચ્ચે વહીવટી તંત્ર સજ્જ : મોરબી,ટંકારા,વાંકાનેર અને માળિયામાં ફેરબદલ મોરબી : વિધાનસભા ચૂંટણી ઢૂંકડી આવ્યાના સંકેતો વચ્ચે આજે રાજ્યના સામાન્ય વહીવટી વિભાગ દ્વારા 110 મામલતદારોની બદલી કરી 40 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. બઢતી-બદલીના આ ઘાણવામાં મોરબી,ટંકારા,વાંકાનેર અને માળિયામાં ફેરબદલ કરવામાં આવી છે. આજે રાજ્યના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 110 મામલતદારોની બદલી અને 40 નાયબ મામલતદારોને મામલતદાર તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે જેમાં મોરબી ગ્રામ્ય મામલતદારની એડિશનલ ચીટનીશ જૂનાગઢ ખાતે, ચૂંટણી શાખામાં ફરજ બજાવતા એચ.ડી.પરસાણીયાની મોરબી કલેક્ટરેટ મામલતદાર તરીકે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત ટંકારા મામલતદાર એન.પી.શુક્લને મામલતદાર બાબરા, અમરેલી જિલ્લામાં મુકવામાં આવ્યા છે. જયારે માળીયા મામલતદાર ડી.સી પરમારને રાજકોટના કોટડાસાંગાણી ખાતે મુકવામાં આવ્યા છે. જયારે ગીરગઢડા મામલતદાર યુ.વી.કાનાણીને વાંકાનેર મામલતદાર તરીકે, રાજકોટના કેતન સખિયાને ટંકારા મામલતદાર તરીકે, નિખિલ મહેતાને મામલતદાર મોરબી ગ્રામ્ય તેમજ એફ.જે.માકડાને મોરબી કલેક્ટરેટ મામલતદાર તરીકે મુકવામાં આવ્યા છે અને માળીયા મામલતદાર તરીકે અંજાર કચ્છથી એ.બી.મંડોરીને મુકવામાં આવ્યા છે.