કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ, રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજા તથા મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે મોરબી : ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા આવતીકાલ તા.16/6/2022ને ગુરુવારના રોજ સવારે 9:00 કલાકે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ખાતે 66 કેવી માલવણ સબસ્ટેશન તેમજ અન્ય 12 સબસ્ટેશનનું લોકાર્પણ તથા બે 66 કેવી સબસ્ટેશનનું ભૂમિપૂજન તેમજ યુજીવીસીએલના નવીન મકાનનું લોકાર્પણ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત મોરબી તાલુકાના ઘુંટુ મુકામે સવજીકાકા હોલ ખાતે 66 કેવી આદરણા તેમજ 66 કેવી ઘૂંટુ-2 સબસ્ટેશનનું લોકાર્પણ પણ યોજાશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કનુભાઇ દેસાઇ, રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા તથા મુકેશભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહેશે. આ ઉપરાંત પ્રભારીમંત્રી દેવાભાઈ માલમ અને સાંસદ મોહનભાઈ કુંડારીયા પણ વિશેષ હાજરી આપશે.