મોરબી : માળીયા તાલુકાના નાની બરાર ગામે માનસિક બીમારીથી કંટાળી મહિલાએ એસિડ ગટગટાવી લેતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના નાની બરાર ગામે રહેતા રૈયાબેન કરશનભાઇ ચાવડા, ઉ.52 છેલ્લા 15 વર્ષથી માનસિક બીમાર રહેતા હોય બીમારીથી કંટાળી જઈ ગઈકાલે તેમના ઘેર એસિડ ગટગટાવી લેતા સારવાર માટે મોરબી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતા માળીયા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.