ટંકારા : ભારતીય કિસાન સંઘના જીલ્લા મહામંત્રી બાબુલાલ એલ. સિણોજીયાની આગેવાનીમા ટંકારા તાલુકાના ખેડૂતો દ્વારા મીટર આધારિત વીજ દરને હોર્સ પાવર મુજબના દર જેટલા કરવાની માંગ સાથે મામલતાદાર કચેરી ખાતે 2 કલાક ધરણા કરી આવેદન આપવામાં આવ્યુ હતું. આવેદનમાં જણાવ્યા મુજબ વર્તમાન સમયમાં કિસાનોને વીજ પુરવઠો હોર્સ પાવર આધારીત અને મીટર આધારીત આપવામાં આવે છે . જેમાં બંન્નેના વીજદરમાં તફાવત છે . જેથી વીજ મીટર આધારીત ખેડૂતોને નુક્શાની જાય છે . જેથી મીટર આધારીત ખેડૂતોને પણ હોર્સ પાવર આધારીત ભાવથી વીજ પુરવઠો આપવામાં આવે તેમજ મીટર આધારીત વીજદર અને હોર્સ પાવર આધારીત વીજદરમાં સમાનતા લાવવામાં આવે તેવી માંગ છે.