મોરબી : કલામહાકુંભની ઓર્ગન સ્પર્ધામાં તુષારભાઈ પૈજાએ પ્રથમ ક્રમ મેળવી સમગ્ર મોરબીનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં કલામહાકુંભ યોજાયો હતો. જેમાં ઓર્ગન સ્પર્ધામાં તુષારભાઈ પ્રાણજીવન ભાઈ પૈજાએ પ્રથમ ક્રમ હાંસલ કરી પરિવાર સાથે વ્યાસ સમાજ તેમજ નવયુગ સંકુલનું નામ રોશન કર્યું છે. આ સિદ્ધિ મળવા બદલ બદલ તેઓને ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે.