મોરબી : મોરબી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 9માં કોંગ્રેસ આગેવાનો, હોદ્દેદારો, નગરપાલિકાની ચૂંટણી લડેલા ઉમેદવારો તથા સર્વે કાર્યકરોની એક અગત્યની મીટીંગ આવતીકાલે તા.15/6/2022ને બુધવારે રાત્રે 8:30 કલાકે એ.કે.પટેલ હોલ, ગુ.હા.બોર્ડ, શનાળા રોડ, મોરબી ખાતે રાખવામાં આવી છે. તો મોરબી શહેરના વોર્ડ નંબર 9ના તમામ આગેવાનો, હોદ્દેદારો તથા સર્વે કાર્યકરોને ખાસ ઉપસ્થિત રહેવા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા જણાવાયું છે. આ ઉપરાંત મીટીંગ પૂર્ણ થયા બાદ અલ્પાહારની પણ વ્યવસ્થા રાખી છે.