ત્રાજપર નજીક વાણિજ્ય કોમલેક્સ પાસે ભૂગર્ભ ઉભરાતા વેપારીઓના ધંધા ઉપર માઠી અસર મોરબી : મોરબીના સામાકાંઠે ત્રાજપર નજીક નેશનલ હાઇવે ઉપર વાણિજ્ય કોમલેક્સ પાસે ભૂગર્ભ ગટરની લાઈન તૂટી જતા ભૂગર્ભ ગટર ઊભરાવાની ભયંકર સમસ્યા સજાઈ છે. આ વેપારી સંકુલ પાસે ગટરના ગંદા પાણી ભરાતા તેમની ઘરાકી ઉપર અસર પડે છે. ગટરની સમસ્યાને કારણે વેપારીઓના ધંધા ઉપર માઠી અસર પહોંચી છે. આથી વેપારીઓએ આ સમસ્યા હલ કરવા મોરબી નગરપાલિકાને રજુઆત કરી છે. મોરબીના સામાકાંઠે ત્રાજપર નજીક નેશનલ હાઇવે ઉપર વિશાલ ફર્નિચર પાસે બાપા કે પ્લાઝા પાસેની લક્ષ્મી સોસાયટીમાં ભુર્ગભ ગટરની લાઈન તૂટી ગઈ છે. જેના કારણે બાપા કે પ્લાઝા કોમ્પલેક્ષમાં ગટરના ગંદા પાણી ભરાય છે. આ વેપારી સંકુલમાં સતત ગંદા પાણી ભરાઈ રહેતા વેપારીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ગટરના ગંદા પાણી ભરાઈ રહેતા સતત મચ્છરોનો ઉપદ્રવ થાય છે અને બીમારી ફેલાવાની ભીતિ સેવાઈ રહી છે. તેમજ ગંદકીના કારણે વેપારીઓના ધંધાને પણ વિપરીત અસર પડે છે. આથી વેપારીઓના હિતને ધ્યાને લઈને તાત્કાલિક ધોરણે ભૂગર્ભની તૂટેલી ગટરની લાઈન રીપેર કરવા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તેમજ કલેકટર અને ધારાસભ્યને રજુઆત કરી છે.