મોરબી : આજે 14 જૂન વિશ્વ રક્તદાતા દિવસ નિમિત્તે મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા આજે સાંજે 05:00 કલાકે પોલીસ અધિક્ષકની કચેરી, શોભેશ્વર રોડ, જિલ્લા સેવા સદન ગ્રાઉન્ડ, મોરબી-2 ખાતે સંસ્કાર બ્લડ બેન્ક - મોરબીના સહકારથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં મોટી સંખ્યામાં દાતાઓને રક્તદાન કરવા જિલ્લા પોલીસ પરિવારે અનુરોધ કર્યો છે.