મોરબી : મોરબીમાં ઇન્ડિયન ઓઇલ કંપનીના સહયોગથી ટ્રક ડ્રાઇવર - ક્લીનરો માટે મેડિકલ કેમ્પ યોજાયો હતો.જેમાં રસ્તા પરથી પસાર થતા ટ્રક ડ્રાઇવર અને ક્લીનરોની તપાસ કરી દવા આપવામાં આવી હતી. મોરબીમાં ઇન્ડિયન ઓઇલ દ્વારા ડો.હસ્તીબેન મહેતાનો 82મો એક દિવસીય મેડિકલ કેમ્પ ગત.તા.10ના રોજ સ્વાગત આઉટલેટ ખીરઇ,કડલા હાઈ-વે,મોરબી યોજાયો હતો.જેમાં સવારે 10 થી 1 વાગ્યા સુધી રસ્તા પરથી પસાર થતા ટ્રક ડ્રાઇવર અને ક્લીનરોનું વજન,બ્લડ સુગર ટેસ્ટ,બીપી ચેક કરીને 3 દિવસની દવા આપવામાં આવી હતી.આ કેમ્પને સફળ બનાવવા રશ્મિન દેસાઈ,કેતન મહેતા,કૌશિકા રાવલ,જીગર ભટ્ટ તથા આઈ.ઓ.સી.ઓફિસર કપિલ કકકડ,ગૌરાંગ જૈન,જીનેશ શાહ તેમજ સ્ટાફે જહેમત ઉઠાવી હતી.