મોરબી : મોરબી જિલ્લા ભાજપ ઔદ્યોગિક સેલના હોદ્દેદારોની આજરોજ વરણી કરવામાં આવી છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ, જિલ્લા સંગઠન પ્રભારી પ્રકાશભાઇ સોની, ભાનુભાઈ મેતા, પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયા તથા વરિષ્ઠ પદાધિકારીઓ સાથે વિચાર-વિમર્શ એવંમ પરામર્શ કરી મોરબી જિલ્લા ઔદ્યોગિક સેલના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. જેમાં સંયોજક તરીકે હરેશભાઈ બોપલીયા, સહ સંયોજક જગદીશભાઈ પનારા તેમજ સભ્યોમાં શશાંકભાઈ દંગી, દિલાવરસિંહ જાડેજા, કિરીટભાઈ પટેલ, વિનોદભાઈ ભાડજા, પ્રજ્ઞેશભાઈ પટેલ, ઉમેશભાઈ વિડજા, કેવલભાઈ સંઘાણી તથા જયેશભાઈ પટેલની નિમણૂક થવા પામી છે. નવનિયુક્ત હોદ્દેદારોને ભાજપ પરિવાર તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.