મોરબી : એક તરફ કાળઝાળ ગરમીની મોસમ લોકોને અકળાવી રહી છે તેવા સમયે જ પીજીવીસીએલ મોરબી દ્વારા આવતીકાલે રવિવારે સવારે 7 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી વીજકાપ આવતીકાલે તારીખ 12/062022 ને રવિવારના રોજ પ્રિમોન્સુનની કામગીરી અંતર્ગત મેન્ટેનન્સની કામગીરી કરવાની હોઇ PGVCL ના મોરબી શહેર-1 પેટા વિભાગ હેઠળ આવતો 11 કેવી હોસ્પીટલ ફીડર સવારે 07:00 થી બપોરના 03:00 વાગ્યા સુધી બંધ રહેશે. જેની આ ફીડરમા આવતા તમામ વિજ ગ્રાહકોએ નોંધ લેવી. જેમાં વાવડી રોડ પરના વિસ્તાર જેવા કે રવિ પાર્ક, લોમજીવન, ભારતપરા, ભગવતીપરા, ખ્વાજા પેલેસ, ગણેશનગર, મીરા પાર્ક, મિલન પાર્ક, જનકનગર, સ્વાતી, રામ, નીરવ પાર્ક વગેરે તથા જોન્સ નગર, સાવસર પ્લોટ, અયોધ્યાપુરી રોડ, રામ ચોક, સિવિલ હોસ્પીટલ, જુના બસ સ્ટેન્ડ વાળો સરદાર રોડ, ટાઉન હોલ, તખ્તસિહજી રોડ, શિવમ, સંજય, ત્રિમૂર્ત સોસાયટી વગેરે વિસ્તારમાં પાવર સપ્લાય બપોર સુધી પાવર કાપ લાદવામાં આવ્યો હોવાનું જાહેર કરાયું છે.