આ કેમ્પમાં આવનારને સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું ફોર્મ ભરી આપવામાં આવશે. મોરબી : મોરબીની મુખ્ય પોસ્ટ ઓફિસ દ્વારા આગામી સોમવાર તા.13 જૂનના રોજ મોરબી ખાતે સવારના નવ થી ૫ સુધી સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ કેમ્પમાં આવનારને સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું ફોર્મ ભરી આપવામાં આવશે. સુકન્યા સમૃદ્ધિ યોજનાનું ફોર્મ ભરવાની સાથે જ તે જ દિવસે ખાતું ખોલી આપવામાં આવશે અને આ માટે 0 થી 10 વર્ષ સુધીની કન્યાનું ખાતું ખોલી આપવામાં આવશે. આથી કન્યાનો જન્મ તારીખનો દાખલો સાથે તેના માતા-અથવા પિતાનો પાસપોર્ટ સાઈઝના બે ફોટોગ્રાફ અને આધારકાર્ડ પાન કાર્ડની ઝેરોક્ષ સાથે રાખવી ભારત સરકાર દરેક કન્યા માટે ઉચ્ચતમ વ્યાજ દર સાથે આ કન્યાના ભવિષ્ય માટે અભ્યાસમાં અર્થે લગ્ન સમયે તેને આ રકમ ઉચ્ચ અભ્યાસ અર્થે પણ કામ આવી શકે અને સ્વાવલંબી બનવાના હેતુસર આ યોજના ખૂબ જ લોકપ્રિય બની રહી આ માટે મોરબી પોસ્ટ ઓફિસમા લાભ લેવા એક અખબારી યાદીમાં જણાવ્યું છે. તેમજ વધુ માહિતી માટે જે.આર રાવલ પી આર આઈ થી મોરબી એમ. ડી.જી. અને પ્રશાંતભાઈ પાટીલ મો.9426405599 મોરબી મુખ્ય પોસ્ટ ઓફિસ સંપર્ક કરવો.