મોરબી : સમસ્ત બ્રહ્મસમાજ- મોરબી દ્વારા બે દિવસીય આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટેનો કેમ્પ તા.9 અને તા.10નાં રોજ મોરબી તાલુકા પંચાયત કચેરીનાં હોલ ખાતે યોજાયો હતો. મોરબી સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયુષ્યમાન કાર્ડ કાઢવા માટેનો બે દિવસીય કેમ્પ યોજાયો હતો. સમગ્ર આયોજનને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજનક પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોષી, ઉપપ્રમુખ કિશોરભાઈ પંડ્યા, મુકેશભાઈ જાની(ભૂદેવ), નરેન્દ્રભાઇ મેહતા, મનોજભાઈ પંડ્યા, મનીષભાઈ જોષી(એડવોકેટ & નોટરી), યોગેશભાઈ જોષી, આર્યન ત્રિવેદી, વગેરેએ જહેમત ઉઠાવી હતી.