મોરબી : મોરબી સીટી એ અને બી ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન અલગ - અલગ બે બનાવમાં આદિત્ય અને સુનિલ નામના યુવાનને દારૂની એક-એક બાટલી સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરી હતી. વિદેશી દારૂની પ્રથમ કાર્યવાહીમાં સીટી એ ડિવિઝન પોલીસે ચિત્રકૂટ ટોકીઝ નજીકથી આદિત્ય દિનેશભાઈ ઠોરીયા નામના ઈસમને મેકડોલ્સ નંબર વનની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લીધો હતો. જયારે બીજા બનાવમાં ત્રાજપરમા રહેતા સુનીલ મનીષભાઇ પરમારને સીટી બી ડિવિઝન પોલીસે ધોળેશ્વર રોડ જાહેર શૌચાલય પાસેથી રૂપિયા 420ની કિંમતની દારૂની બોટલ બાઈક ઉપર લઈને નીકળતા રૂપિયા 20 હજારનું મોટર સાયકલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ અન્વયે કાર્યવાહી હાથ ધરી હતી.