એમ્બ્યુલન્સની સુવિધા મળતા ગ્રામજનોએ ધારાસભ્યનો આભાર માન્યો ટંકારા : પડધરી તાલુકાના ખોડાપીપર ગામે ટંકારા પડધરીના ધારાસભ્ય લલિતભાઈ કગથરા દ્વારા પોતાની ગ્રાન્ટમાંથી ખોડાપિપર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમા અદ્યતન એમ્બ્યુલન્સ આપવામા આવી હતી. ધારાસભ્યએ કોરોના જેવી મહામારી કે અન્ય આપદા આવે તો લોકોને મુશ્કેલી પડે નહિ એટલા માટે એમ્બ્યુલન્સ આપવાનો નિર્ણય કર્યો હતો. એમ્બ્યુલન્સ લોકાર્પણ પ્રસંગે આરોગ્ય વિભાગ અને ગ્રામજનો દ્વારા ધારાસભ્ય લલીતભાઈ કગથરા તથા ડોક્ટર ડાયાભાઈ પીપળીયાને સન્માનિત કરવામાં આવ્યા હતા અને હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે અર્જુનભાઈ ખાટરિયાએ જાગૃત અને કર્મઠ ધારાસભ્ય લલીતભાઇ કગથરાની કામગીરી બિરદાવી હતી. તેમજ જયંતીભાઈ જે પટેલ, ઘનુભા જાડેજા, ભાણુભાભાઈ,અવચર ભાઈ, ભરતભાઈ તળપદા, હેમુભા બાપુ, ગીરુભા જાડેજા, વસંત ભાઈ ગઢીયા, રમણીકભાઇ પટેલ, જેરાજ ભાઈ વૈષ્ણવ, ઇલાબેન કગથરા, નયનભાઈ અઘારા, કે ડી પડસુંબિયા, હિરેનભાઈ તથા સહકારી આગેવાનો અને ટંકારા-પડધરી તાલુકાના વરીષ્ઠ આગેવાનો અને ગ્રામ્ય જનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. અશ્વિનભાઈ ગઢીયા દ્વારા કાર્યક્ર્મનું સંચાલન કરવામાં આવ્યું હતું.