મોરબી : મોરબીનું નવયુગ ગ્રુપ દ્વારા સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજની યુવા પેઢીને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વધે તેમજ શિક્ષકોની ભૂમિકા અંગે માગદર્શન આપવામાં આવ્યું હતું. નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન- મોરબી દ્વારા ત્રિ-દિવસીય સ્ટાફ ટ્રેઇનિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે જિગર ઇનામદાર સેનેટ અને સિન્ડિકેટ સભ્ય એમ.એસ. યુનિવર્સીટી –વડોદરા દ્વારા આજની યુવા પેઢીને રાષ્ટ્ર પ્રત્યે પ્રેમ વધે અન્ય દેશની સરખામણીમાં આપણો દેશ સક્ષમ બની રહે તે અંગે જ્ઞાન પીરસવામાં આવ્યું હતું. બીજી સેશનના પ્રખર વક્તા, યુવા પેઢીના ચહિતા સંજય રાવલ દ્વારા આજના સમયમાં શિક્ષકોની ભૂમિકા, કર્મને પ્રધાન અને વિદ્યાર્થીઓના દિલમાં શિક્ષકનું સ્થાન કયાં માટે અંકિત થઈ જાય તેવું જીવન જીવવાની તલસ્પર્શી માહિતી આપવામાં આવી હતી. સેમીનારને સફળ બનાવવા પ્રમુખ પી.ડી. કાંજીયા અને મેનેજમેંટ ટીમે જહેમત ઉઠાવી રહી છે.