ધો.5 થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને નોટબુક અપાશે મોરબી : મોરબી લોહાણા સમાજ દ્વારા લોહાણા સમાજના ધોરણ-5 થી કોલેજ સુધીના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નોટબુક, ફુલસ્કેપ ચોપડાનું વિતરણ આગામી તા.20 થી કરવામાં આવશે. મોરબી કરશનભાઈ મેઘજીભાઈ કોટક એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ તથા લોહાણા વિદ્યોતેજક ફંડ દ્વારા લોહાણા સમાજના ધો.5 થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈઓ-બહેનો માટે વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ તા.20 સોમવાર થી દરરોજ સાંજે 5 થી 7 કલાક દરમિયાન લોહાણા મહાજન વાડી, સુધારાવાડી શેરી ખાતેથી કરવામા આવશે.પ્રવર્તમાન વર્ષે લોહાણા સમાજના વિદ્યાર્થીઓને વિનામુલ્યે ફુલ સ્કેપ નોટબુક વિતરણ સ્વ. અમૃતલાલ લીલાધરભાઈ કોટક પરિવાર, સ્વ.પૂનમચંદભાઈ લીલાધર ભાઈ કોટક પરિવાર, પ્રવિણભાઈ કક્કડ (જનતા ક્લાસીસ) પરિવાર, હસમુખરાય ચીમનલાલ પુજારા પરિવાર, સી.પી. પોપટ પરિવાર, મનિષભાઈ ભોજાણી (સ્થાપત્ય કન્સટ્રક્શન) પરિવાર, પ્રતાપભાઈ વાલજીભાઈ ચગ પરિવાર, સ્વ.મનુભાઈ લીલાધરભાઈ ઠક્કર (ભાણાભાઈ દલાલ) પરિવાર, જમનાદાસભાઈ ભગવાનજીભાઈ ભોજાણી (આમરણ વાળા) પરિવારના સહયોગથી અર્પણ કરવામા આવશે. જેમા વિદ્યાર્થીની માર્કશીટની ઝેરોક્ષ સાથે રાખવાની રહેશે. નોટબુક વિતરણ કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના ગીરીશભાઈ ઘેલાણી, જે.આઈ.પુજારા, નરેન્દ્રભાઈ રાચ્છ, જીતુભાઈ પુજારા, નિર્મિતભાઈ કક્કડ, હસુભાઈ પુજારા, નિકુંજભાઈ કોટક, અજયભાઈ કોટક, ચુનીભાઈ કોટક,હીરાલાલ કોટક,ઓજસભાઈ રવેશિયા, વિજયભાઈ અનડકટ સહીતના અગ્રણીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.