મોરબી : મોરબીના મહેન્દ્રનગર નજીક ટ્રક ચાલકે બાઈક ચાલક આધેડને હડફેટે લઇ ગંભીર ઈજાઓ પહોંચાડતા બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટનામાં ટ્રક ચાલક અકસ્માત સર્જી નાસી છૂટ્યો હતો. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના મહેન્દ્રનગર નજીક બાઈક લઈને જઈ રહેલા મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ગુજરવદી ગામના વતની ચંદુભાઈ સંઘાણી ઉ.55ને ટ્રક નંબર જીજે-12-એયુ-8123ના ચાલકે હડફેટે લેતા મૃતક ચંદુભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે મૃતક ચંદુભાઇના પુત્ર જયદીપભાઈ ચંદુભાઈ સંઘાણીએ અકસ્માત સર્જી નાસી છૂટેલા ટ્રક નંબર જીજે-12-એયુ-8123ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.