વાંકાનેર : વાંકાનેર તાલુકાના મહીકા ગામે વાડીના શેઢેથી માટી કાઢવાની ના પાડનાર યુવાનને એક શખ્સે કુંડલી વાળી લાકડી વડે મૂંઢ માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના મહીકા ગામે ફુલીયો ધરો નામની સીમમાં વાડી ધરાવતા અજયભાઇ રતાભાઇ ધોળકીયાની વાડીના શેઢેથી આરોપી ગીરીરાજસિંહ વાળા રહે.ગારીયા વાળા માટી ખોદીને કાઢતા હોય અજયભાઈએ માટી કાઢવાની ના પડતા ગિરિરાજસિંહ ઉશ્કેરાઈ ગયા હતા અને કુંડલી વાળી લાકડી વડે ચાર પાંચ ઘા મારી મૂંઢ ઈજાઓ પહોંચાડવાની સાથે ઢીંકા પાટુનો માર મારતા વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આઇપીસી કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબફરિયાદ નોંધાઈ છે.