મોરબી : ઈન્ડિયન લાયોનેસ,મોરબી દ્વારા ચેરમેનની મુલાકાત પ્રસંગે ' વુમન ગોટ ટેલેન્ટ ' અને 'ખાદી ફેશન શો'નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં અનેક મહિલાઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. તેમજ વિજેતાઓને મોમેન્ટો આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચેરમેન અક્ષયભાઈ ઠક્કર,ચીફ પેટૉન હિતેશભાઈ પંડિયા,ઈમીડીયેટ પાસ્ટ ચેરમેન આશાબેન પંડિયા,નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબેન ઝાલા, માજી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા , નગરપાલિકા વાઇસ પ્રેસિડેન્ટ જયરાજસિંહ જાડેજા,નિલકંઠ વિધાલયન ટ્રસ્ટી જીતુભાઈ વડશોલા ,ભાજપ જીલ્લા પ્રભાવિ મંજુલાબેન દેત્રોજા,ડૉ.હસ્તીબેન મહેતા ઉપસ્થિત રહ્યા હતા. 'વુમન ગોટ ટેલેન્ટ ' અને 'ખાદી ફેશન શો'માં સામાન્ય ગૃહિણીનું ટેલેન્ટ બહાર લાવવા સૌપ્રથમવાર મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું.આવું પ્લેટફોર્મ પુરૂં પાડવા માટે તમામ પ્રતિસ્પર્ધીઓએ ઈન્ડિયન લાયોનેસ ક્લબનોના આભાર વ્યક્ત કર્યો હતો. ખાદી ફેશન શોમાં પ્રથમ નંબર પર હેલીબેન કોટેચા,દ્વિતીય નંબર પર પાયલબેન આશર,તૃતીય નંબર પર ઉમાબેન સોમૈયા,ભૂમી જાડેજા તેમજ ડાન્સ સ્પર્ધામાં ગૃપ-1માં પ્રથમ નંબર પર પૂજા શાહ,દ્વિતીય નંબર પર કાજલ,તૃતીય નંબર તથા ગૃપ -2 પ્રથમ નંબર પર આવેલ ગૃપ ગરબામાં પાયલબેન આશર,ચોપરાની આશાબેન,દોશી સુનીતાબેન,સંપટ હીમાની બેન,વષૉબેન ભટ્ટ,કોઠારી વષૉબેન,દ્વિતીય નંબર પર નયનાબેન બારા અને તૃતીય નંબર પૂજાબેન પરમાર વિજેતા થયા હતા. સીંગીગ સ્પર્ધામાં પ્રથમ નંબર,દ્વિતીય નંબર પર પ્રિયા બેન મકવાણ,તૃતીય નંબર મીનુબેન ગિલ,યોગામાં પ્રથમ નંબર પર દેવાંશી,દ્વિતીય નંબર પર પ્રિયાબેન મકવાણા,તૃતીય નંબર કિતીબેન વિજેતા થયા હતા. અધર એકટીવીટી પ્રથમ નંબર પર કવિતાબેન ભોજાણી, દ્વિતીય નંબર પર જાગૃતિબેન તન્ના, તૃતીય નંબર પર સુતરીયા કૃતીબેન વિજેતા થયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પ્રેસિડેન્ટ નયનાબેન બારા ,આઇટીપી પ્રતિ બેન દેસાઈ, સેક્રેટરી પુનમબેન હીરાણી, ઉપર પ્રમુખ મયુરી બેન કોટેચા ,ટેઝરર પુનીતાબેન છૈયા , નેશનલ બોડૅ મેમ્બર પ્રફુલ્લાબેન સોની , સીનીયર કાઉન્સિલર ધ્વનિ બેન મારશેટી તથા સમગ્ર ટીમે જહેમત ઉઠાવી કાર્યક્રમ દરમિયાન સોનામાં સુગંધ ભળે એકરીતે મયુરીબેને પોતાની મનમોહક વાણીથી કાયૅ એમનું સફળ સંચાલન કરી તેમજ કો એનકર ડો. અમીષા બેને એમની આગવી શૈલીમાં મનોરંજન પુરું પાડ્યું હતું. કાર્યક્રમોના નિર્ણયાકો તરીકે ખાદી ફેશન શો માં રીકલબેન, ડાન્સ શોના રુપબેનસી ડીઓના હિનાબેન દેવાણી યોગાના વાલજીભાઈ હાજર રહ્યા હતા. અંતમા દાતાઓ, પ્રતિસ્પર્ધીઓ અને નિણૉયકોને મોમેન્ટો આપી ક્લબ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.