દીકરી જમાઈ વચ્ચે બાળકો બાબતે સામાન્ય ઝઘડો થયા બાદ સસરા સમજાવવા જતા હુમલો મોરબી : મોરબીના રણછોડનગર વિસ્તારમાં દીકરી જમાઈને બાળકો બાબતે થયેલા ઝઘડામાં જમાઈને સમજાવવા ગયેલા સસરા ઉપર જમાઈએ છરી વડે હુમલો કરતા સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. બનાવ અંગે મદીના સોસાયટીમાં રહેતા ફતેમહમદભાઇ અલ્લારખાભાઇ ખોડે આરોપી ઇમરાનભાઇ હનીફભાઇ જેડા રહે. મોરબી વીશીપરા રણછોડનગર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે તેમની દિકરી તથા જમાઇ ઇમરાન વચ્ચે બાળકો બાબતે સામાન્ય એક બીજાને બોલાચલી થયેલ હતી જે અંગે જમાઈ ઇમરાનભાઇને સમજાવવા જતા ઇમરાને આવેશમાં આવી જઇ પોતાની પાસે રહેલ છરી વડે હુમલો કર્યો હતો. ઘટના અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે ફતેમહમદભાઇની ફરિયાદને આધારે આઈપીસી કલમ ૩૨૩ ૩૨૪ ૫૦૪ ૫૦૬(૨) જીપી એકટ કલમ ૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.