સર્વરના ધાંધિયાથી વીજ બિલ ભરવાની કામગીરી ધીમી થતા લોકોની લાઈનો લાગી મોરબી : મોરબીના સામાકાંઠે આવેલ પીજીવીસીએલ કચેરીમાં હાલ સર્વરના ધાંધિયા થવાથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે. સર્વરના ધાંધિયાથી વીજ બિલ ભરવાની કામગીરી ધીમી થતા લોકોની લાઈનો લાગી છે. મોરબીના સામાકાંઠે આવેલ પીજીવીસીએલની કચેરીમાં હાલ વીજ બિલ ભરવાની કામગીરી ચાલી રહી છે. પણ સર્વર વારંવાર ડાઉન થઈ જતા વીજ બિલ ભરવાની કામગીરી ઘણી જ ધીમી થઈ રહી છે. સર્વરના ધાંધિયાના કારણે એલ વીજ બિલ ભરવવામાં પણ ખાસ્સો સમય લાગે છે અને લોકોને કલાક કે દોઢ કલાકે વારો આવે છે. તેથી લોકોની ભારે કતારો લાગી છે અને લોકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે.