સૌથી વધુ તલ તથા સૌથી ઓછી તુવેર અને અડદની આવક :બાજરોનો સૌથી નીચો ભાવ અને જીરુંનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.8 જૂનના રોજ સૌથી વધુ તલ તથા સૌથી ઓછી તુવેર અને અડદની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ બાજરોનો અને સૌથી ઊંચો ભાવ જીરુંનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં કપાસની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1850 અને ઊંચો ભાવ રૂ.2300, ઘઉંની 171 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.420 અને ઊંચો ભાવ રૂ.538, તલની 368 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1420 અને ઊંચો ભાવ રૂ. 1996,જીરુંની 25 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2540 અને ઊંચો ભાવ રૂ.3990,મગફળી (ઝીણી)ની 29 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1030 અને ઊંચો ભાવ રૂ. 1273,મેથીની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.670 અને ઊંચો ભાવ રૂ.966,બાજરોની 3 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.380 અને ઊંચો ભાવ રૂ.460,જુવારની 8 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.405 અને ઊંચો ભાવ રૂ.671,અજમાની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1413 અને ઊંચો ભાવ રૂ.1413 રહ્યો હતો. વધુમાં,અડદની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.901 અને ઊંચો ભાવ રૂ.901,ચણાની 212 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.700 અને ઊંચો ભાવ રૂ.842,એરંડાની 30 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1455 અને ઊંચો ભાવ રૂ. 1471 ,ગુવાર બીની 142 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1042 અને ઊંચો ભાવ રૂ. 1100,કાળા તલની 23 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1100 અને ઊંચો ભાવ રૂ.2262,સીંગદાણાની 6 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1215 અને ઊંચો ભાવ રૂ.1685,તુવેરની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.898 અને ઊંચો ભાવ રૂ.1100 રહ્યો હતો.