મોરબી : એક તરફ કાળઝાળ ગરમીની મોસમ લોકોને અકળાવી રહી છે તેવા સમયે જ પીજીવીસીએલ મોરબી દ્વારા આવતીકાલે બુધવારે અડધા મોરબીમાં સવારે 7 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી વીજકાપ વીજકાપ ઝીકતા કાલે અડધા મોરબી શહેરને પરસેવે નહાવું પડશે આવતીકાલ તા.8/6/2022 બુધવારનાં રોજ PGVCLના મોરબી શહેર-૧ પેટા વિભાગ હેઠળ આવતા ૧૧ કેવી ન્યુ બસસ્ટેન્ડ ફીડર સવારે 7:00 વાગ્યાથી બપોરના 3:00 વાગ્યા સુધી મેન્ટેનન્સની કામગીરી માટે હાઉસીંગ બોર્ડ(શનાળા રોડ), ઉમિયા નગર, જીઆઇડીસી, ચિત્રકૂટ, પંચવટી, સારસ્વત, ક્રીષ્ના સોસાયટી, સુપર માર્કેટ, માધવ માર્કેટ, વ્રૂંદાવન પાર્ક, વિઠ્ઠલનગર, યદુનંદન વિસ્તારમાં સવારથી બપોર સુધી પાવર કાપ લાદવામાં આવ્યો હોવાનું જાહેર કરાયું છે.