હળવદ : હળવદ માળીયા રોડ ઉપર કાર હડફેટે એકને ઇજા પહોંચી હતી. આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી અમીતભાઇ ગીરીશભાઇ કવૈયા (ઉવ ૩૭ ધંધો વેપાર રહે.હળવદ દરબાર નાકે પંચોલી શેરી)એ આરોપી આઇ ૨૦ ગાડી નંબર જીજે-૦૧-કેઆર-૧૧૪૦ ચાલક સામે ફરિયાદ નોંધાવી છે કે,હળવદ માળીયા હાઇવે રોડ રામદેવ હોટલ સામે ટી.સી બનાવવાના કારખાના પાસે આરોપી આઇ ૨૦ ગાડી નંબર જીજે-૦૧-કેઆર-૧૧૪૦ ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, આરોપીએ પોતાના હવાલાવાળી ગાડી (કાર) પુરઝડપે ગફલતભરી રીતે અને બેફીકરાઇથી ચલાવી આગળ જતા સાહેદના મો.સા નં જીજે-૩૬-એએ-૭૭૭૬ વાળા સાથે પાછળથી ભટકાડી સાહેદને માથાના ભાગે સામાન્ય હેમેરજની તથા શરીરે તથા હાથે પગે સામાન્ય ઇજા પહોંચાડી હતી.