સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે સુવિધા આપવા તાલુકા વિકાસ અધિકારીને રજુઆત હળવદ : સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને વાંચન માટે સરળતા રહે એ માટે હળવદના ઘનશ્યામપુર ગામમાં લાયબ્રેરી બનાવવા અંગે હળવદ તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરવામાં આવી હતી. ઘનશ્યામપુર ગામમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ ગામમાં જ રહી તૈયારી કરી શકે એ માટે લાયબ્રેરીની સુવિધા આપવા હળવદ તાલુકાના તાલુકા વિકાસ અધિકારીને રજુઆત કરેલ હતી.રજૂઆતને ધ્યાને લઈને લાઇબ્રેરી માટેનું બિલ્ડિંગ અને ફર્નિચરની વ્યવસ્થા વહેલી તકે કરવામાં આવશે તેવી આશા રજુઆત કર્તાઓ દ્વારા વ્યક્ત કરી હતી.