ટંકારા : રાજકોટ - મોરબી હાઇવે ઉપર ટંકારા તાલુકાના મિતાણા નજીક સીએનજી રીક્ષા ટ્રેકટરના પાણીના ટાકા સાથે અથડાતા રીક્ષા ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નવલખી ફાટક પાસે ભાગલની વાડીમાં રહેતા દેવજીભાઇ ખેતાભાઇ પરમાર પોતાની સીએનજી રીક્ષા લઈને જતા હતા ત્યારે ગત તા.1ના રોજ મોરબી રાજકોટ હાઇવે ઉપર મિતાણાથી આગળ આવેલ દિવ્ય શકિત ધામ મંદિર સામે રીક્ષા આગળ જઇ રહેલ ટ્રેકટરના પાણીના ટાકા સાથે અથડાતા ગંભીર ઇજા પહોચતા તેમનું મૃત્યુ નીપજયું હતું. ઘટના અંગે ટંકારા પોલીસે મૃતકના પુત્રની ફરિયાદને આધારે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.