મોરબીના રફાળેશ્વર - પાનેલી વચ્ચે મંદિર નજીક બનેલો બનાવ મોરબી : માતાપિતાએ કામધંધો કરવા ઠપકો આપતા મોરબીના રફાળેશ્વર - પાનેલી રોડ ઉપર આવેલ માતાજીના મંદિર નજીક યુવાને પરદેશી આવળના ઝાડ સાથે પ્લાસ્ટિકની નળી વડે ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ પાનેલી ગામની સીમમા આવેલ પાવડીયારી મેલડીમાંના મંદિર પાસે રહેતા રાહુલભાઇ પ્રવિણભાઇ ચારોલીયા, ઉ.18ને માતાપિતાએ કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતા રાહુલને લાગી આવતા પાનેલી રોડ ઉપર આવેલ રાણા ભુવાની મેલડીમાંના મંદિર નજીક પ્લાસ્ટીકની નળી વડે પરદેશી આવળના ઝાડ સાથે લટકી જઇ ગળેફાંસો ખાઇ લેતા મૃત્યુ નીપજ્યું હતું. ઘટના અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.