જામનગર પોલીસે ઝડપી મોરબી પોલીસને હવાલે કરવા તજવીજ હાથધરી મોરબી : મોરબીના ઘુંટુ ગામે ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે વેકેશન કરવા આવેલ 7 વર્ષના ભાણેજ પર્વ ભાવેશભાઈ વિડજાને એ જ વિસ્તારમાં બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઇ જગોદરા ગઈ કાલ સાંજે ગોલો ખવરાવવાના બહાને અપહરણ કરી ગયેલ. જે અંગેની તેના મામા રાજેશ શામજીભાઈ જોટાણીયાએ મોરબી તાલુકામાં ફરિયાદ નોંધાવતા પીલિસે જુદી જુદી 5 ટીમ બનાવી અને ઠેર ઠેર નાકા બંધી કરી હતી. ત્યારે આજે મોડી રાત્રે અપહરણ થયેલ બાળક પર્વ સાથે આરોપી રાજેશ જગોદરાને જામનગર પોલીસે ઝડપી લીધાના સમાચાર મળતા પરિવારજનો અને પોલીસને રાહત થઈ હતી. મોરબી પોલીસ અને પરિવારજનો બાળક અને અપહરણ કર્તાને લેવા જામનગર જવા રવાના થયાની માહિતી સૂત્રો પાસેથી મળે છે