મોરબી : મોરબી મામાના ઘેર આવેલ માળીયાના જુના ઘાંટીલા ગામનો બાળક પર્વ ભાવેશભાઇ વિડજા ગુમ થયાની ઘટનાને રાજયમંત્રી બ્રિજેશ મેરજાએ ખૂબ જ ગંભીર ગણાવી તાલુકા પોલીસ અધિકારીને સતત અને સખત તાકીદ કરીને આ બાળકનો પતો મેળવવા જુદી જુદી ટીમો બનાવીને કામે લગાડીને કાર્યરત કર્યા છે. બાળક પર્વના અપહરણની ઘટનાની ગંભીરતા જોતા રાજ્યમંત્રી બ્રિજેશ મેરજા અન્ય વિસ્તારના પ્રવાસમાં હોવા છતાં જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી પાસેથી આ ઘટના બાબતની રજેરજની માહિતી મળવીને આકાશ-પાતાળ એક કરીને પણ આ બાળક પર્વને શોધી કાઢવા અંગેના સ્પષ્ટ આદેશો કર્યા છે અને સાથોસાથ આ બાબતે સતત ચિંતા પણ વ્યકત કરી છે.