વિવિધ ગામોના સરપંચોએ પ્રશ્નોની રજૂઆત કરી : પૂર્વ મંત્રીએ ઉકેલની ખાતરી આપી વાંકાનેર : વાંકાનેર તાલુકાના વિવિધ પ્રશ્નોના ઉકેલ લાવવા માટે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ કેબિનેટ મંત્રી ચીમનભાઈ સાપરિયા અને ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય પ્રભુલાલ પનારા વાંકાનેર તાલુકાના સત્તાપર ગામે પધારેલ હતા. જેમનું ઢોલ નગારા સાથે ગામજનોએ અને વાંકાનેર તાલુકા પંચાયતના શાસક પક્ષના નેતા જિજ્ઞાસાબેન મેર દ્વારા ભવ્ય સ્વાગત કરી સામૈયું કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ઉપસ્થિત જુદા જુદા ગામોના સરપંચોએ તેમના ગામોના પ્રશ્નોની સબળ રજૂઆત કરી હતી. જે પ્રશ્નોના ટૂંક સમયમાં યોગ્ય ઉકેલ લાવવાની ચીમનભાઈએ ભારતીય જનતા પક્ષ વતી ખાતરી આપી હતી. આ કાર્યક્રમમાં વિવિધ ગામના સરપંચો, આગેવાનો અને ભારતીય જનતા પક્ષના હોદ્દેદારો અમુભાઈ ઠાકરાણી, ગાંડુભાઇ ધરજીયા, કાળુભાઈ કાંકરેચા, રતિલાલભાઈ અણીયારીયા, ભગવાનજીભાઈ મેર, કિશોરસિંહ ઝાલા ધર્મેન્દ્રસિંહ ઝાલા, અમરશીભાઈ મઢવી અને શૈલેષભાઈ ઠક્કર વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિજ્ઞાસાબેન મેરે પધારેલ ચીમનભાઈ સાપરિયા અને પ્રભુલાલ પનારાનો આભાર વ્યક્ત કર્યો હતો.