જિલ્લાના ૧૧માંથી પાંચ વિદ્યાર્થીઓ વાઘગઢ સ્કૂલના મોરબીઃ રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી DLSS (સ્પોર્ટ્સ સ્કૂલ)માં વાઘગઢ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ ફરી એક વખત ડંકો વગાડ્યો છે. ખેલ મહાકુંભમાં રાજ્યકક્ષાએ પહોંચ્યા બાદ વાઘગઢ શાળાના વિદ્યાર્થીઓએ DLSS (સ્પોર્ટ્સ સ્કૂલ)માં પણ મેદાન માર્યું છે સમગ્ર જિલ્લામાં 1 થી 11 ક્રમમાં પાંચ વિદ્યાર્થીઓ વાઘગઢ પ્રાથમિક શાળાના પસંદ થયા છે. DLSS (સ્પોર્ટસ સ્કૂલ)માં 1 થી 11માં વાઘગઢ શાળાના પાંચ વિદ્યાર્થીઓ પસંદ થયા છે તેમાં, બીજા નંબરે મેડા વિકાસ, ચોથા નંબરે સંગોડ હસ્મિતા, આઠમા નંબરે સિંગાડ અંગૂરી, નવમા નંબરે મંડોડિયા મનીષ અને અગિયારમા નંબરે બારીયા વિકાસની પસંદગી થઈ છે. વિદ્યાર્થીઓને અહીં સુધી પહોંચાડવામાં શિક્ષક દેવેન્દ્રભાઈ ફેફર અને નવનીતભાઈ ફેફરે રિશેષના સમયનો સદઉપયોગ કરીને બાળકોને પહેલા દિવસથી જ તૈયારી કરાવી હતી. અત્યાર સુધી DLSSમાં વાઘગઢ શાળાના 25 જેટલા વિદ્યાર્થીઓ પસંદ થઈ ચૂક્યા છે.