ધોરણ-12 ની સાથે સંસ્કૃત પ્રથમાનું પરિણામ આગામી તા.06 જૂને જાહેર થશે મોરબી : શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનું ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ.પ્રવાહ અને સંસ્કૃત માધ્યમનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ આવતી કાલે તા.૦૪/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે. જયારે ધોરણ-૧૦ અને સંસ્કૃત પ્રથમાનું માર્ચ-એપ્રિલ ૨૦૨૨ની પરીક્ષાનું પરિણામ આગામી તા.૦૬/૦૬/૨૦૨૨ના રોજ સવારે ૦૮:૦૦ કલાકે પ્રસિધ્ધ કરવામાં આવશે.