મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રવાસ આરંભ્યો મોરબી : આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં રેકોર્ડ બ્રેક બેઠકો જીતવા બુથ મેનેજમેન્ટને મજબૂત કરવા ભાજપે કમર કસી છે ત્યારે મોરબીના પૂર્વ ધારાસભ્ય કાંતિભાઇ અમૃતિયા ને 93-ઉના વિધાનસભાની જવાબદારી સોંપાઈ છે, એ અન્વયે તારીખ 02 ના રોજ દેવાધિદેવ ભગવાન સોમનાથ દાદાના દર્શન કરીને કાંતિભાઇ અમૃતિયાના તા. 03, 04 તથા 05 જૂન એમ ત્રણ દિવસના પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું છે. ઉના શહેર, ઉના તાલુકો તથા ગીર ગઢડા તાલુકા મંડલના હોદ્દેદારો સાથે ત્રણેય મંડલની કારોબારી બેઠકો ગુજરાત તથા કેન્દ્ર સરકારની વિવિધ યોજનાના કામોની મુલાકાત, વિવિધ મોરચા સેલની બેઠકો, નગરપાલિકા, તા. પંચા. જિ. પંચા. સદસ્યશ્રીઓ સાથે બેઠકો, આસપાસના ધાર્મિક સ્થળોના દર્શન સહિતના અનેક ભરચક કાર્યક્રમોમાં હાજરી આપશે ગીર ગઢડા અને ઉના તાલુકા પંચાયતો ઉપરાંત ઉના નગરપાલિકામાં ભાજપનું શાસન છે આ વિસ્તારમાં આવતી તમામ જિલ્લા પંચાયત બેઠકો ભાજપ હસ્તકની છે. 2019 ની લોકસભામાં ભારતીય જનતા પક્ષના ઉમેદવારને આ વિસ્તારમાંથી 28383 મતની સરસાઇ પ્રાપ્ત થઈ હતી. આગામી વિધાનસભાની ચૂંટણીમાં પણ આ જ સરસાઈ જળવાઈ રહે અને ઉનામાં ભાજપનો વિજય વાવટો ફરકાય તે માટે કાંતિભાઈ અમૃતિયા પક્ષની યોજના પ્રમાણે પોતાની આગવી ઢબથી કાર્યરત છે.