સૌથી વધુ તલ તથા સૌથી ઓછી સિંગદાણાની આવક : ઘઉંનો સૌથી નીચો ભાવ અને કાળા તલનો સૌથી ઊંચો ભાવ મોરબી : મોરબી માર્કેટ યાર્ડમાં આજે તા.3 જૂનના રોજ સૌથી વધુ તલ તથા સૌથી ઓછી સિંગદાણાની આવક થઇ છે. તેમજ સૌથી નીચો ભાવ ઘઉંનો અને સૌથી ઊંચો ભાવ કાળા તલનો રહ્યો છે. ત્યારે મોરબી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના વિવિધ જણસીઓના આજના નક્કી કરાયેલા 20 કિલોગ્રામના ભાવ નીચે મુજબ રહ્યા હતા. મોરબી માર્કેટ યાર્ડમાં ઘઉંની 119 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.433 અને ઊંચો ભાવ રૂ.541, તલની 199 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1445 અને ઊંચો ભાવ રૂ. 1981,જીરુંની 28 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.2540 અને ઊંચો ભાવ રૂ.3980,મગફળી (ઝીણી)ની 27 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1000 અને ઊંચો ભાવ રૂ. 1214,તુવેરની 29 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.922 અને ઊંચો ભાવ રૂ.1058,જુવારની 4 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.536 અને ઊંચો ભાવ રૂ.662,મગની 12 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1184 અને ઊંચો ભાવ રૂ. 1184,અડદની 5 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.960 અને ઊંચો ભાવ રૂ.1200 રહ્યો હતો. વધુમાં,ચણાની 188 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.600 અને ઊંચો ભાવ રૂ. 830,એરંડાની 14 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 1431 અને ઊંચો ભાવ રૂ. 1471 ,ગુવાર બીની 189 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ. 900 અને ઊંચો ભાવ રૂ. 1126,કાળા તલની 24 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1540 અને ઊંચો ભાવ રૂ.2399,સીંગદાણાની 2 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1405 અને ઊંચો ભાવ રૂ.1860,રાયડોની 34 ક્વિન્ટલ આવક જેનો નીચો ભાવ રૂ.1001 અને ઊંચો ભાવ રૂ.1175 રહ્યો હતો.