7 જૂનની ઓખા-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ ટ્રેન રદ્દ વાંકાનેરઃ રાજકોટ ડિવિઝનના વાંકાનેર-સિંધાવદર સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે રેલ વ્યવહારને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર ડબલ ટ્રેકની કામગીરીના કારણે એક ટ્રેન રદ્દ કરાઈ છે જ્યારે અન્ય કેટલીક ટ્રેનના સમયમાં ફેરફાર કરાયો છે. તા.07.06.2022ની ઓખા-દિલ્હી સરાઈ રોહિલ્લા સુપરફાસ્ટ એક્સપ્રેસ તેમજ તા.08.06.2022 દિલ્હી સરાઈ રોહિલ્લા-ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસ રદ કરાઈ છે. આ ઉપરાંત તા.08.06.2022ની ટ્રેન મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ મુંબઈ સેન્ટ્રલથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 35 મિનિટ મોડી ઉપડશે. અને તા.09.06.2022ની ઓખા-સોમનાથ એક્સપ્રેસ ઓખાથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક 30 મિનિટ મોડી ઉપડશે. તા.09.06.2022ની પોરબંદર-શાલીમાર એક્સપ્રેસ પોરબંદરથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે. તા.07.06.2022ની શાલીમાર-પોરબંદર એક્સપ્રેસ શાલીમારથી તેના નિર્ધારિત સમય કરતાં 4 કલાકે મોડી ઉપડશે. તા.08.06.2022 ની ટ્રેન નંબર 11464 જબલપુર-સોમનાથ એક્સપ્રેસ જબલપુરથી તેના નિર્ધારિત સમય કરતાં 2 કલાક મોડી ઉપડશે. તા.09.6.2022 ની ટ્રેન નંબર 16333 વેરાવળ-તિરુવનંતપુરમ એક્સપ્રેસ વેરાવળ તેના નિર્ધારિત સમય કરતાં 3 કલાક મોડી ઉપડશે. તા.09.06.2022 ની ટ્રેન નં.11463 સોમનાથ-જબલપુર એક્સપ્રેસ સોમનાથથી તેના નિર્ધારિત સમય કરતાં 1 કલાક મોડી ઉપડશે. આ ઉપરાંત તા.08.06.2022 ની ટ્રેન નંબર 19201 સિકંદરાબાદ-પોરબંદર એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે. તા.09.06.2022ની ટ્રેન નંબર 20913 રાજકોટ-દિલ્હી સરાઈ રોહિલા એક્સપ્રેસ, વેરાવળ-બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ, ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ તેમજ ઓખા-વારાણસી એક્સપ્રેસ માર્ગમાં 50 મિનિટ મોડી પડશે. ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત તમામ તારીખો ટ્રેનોના મૂળ સ્ટેશન પરથી ઉપડવાની છે. રેલવે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ કરે અને ટ્રેનોના સંચાલનને લગતા નવીનતમ અપડેટ્સ માટે http://www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લો જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.