વાંકાનેર : વાંકાનેર - મોરબી હાઇવે ઉપર જયુપીટર મોટર સાયકલ ઉપર જઈ રહેલા વૃદ્ધને ડમ્પર ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર સિટી પોલીસ મથકમાં મકનસર ગોકુલનગરમાં રહેતા સુરેશભાઇ વિક્રમસીંગ યાદવે ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે ગત તા.2ના રોજ તેઓના મોટાભાઈ સુરેન્દ્રસીગ વિક્રમસીંગ યાદવ જયુપીટર મોટર સાયકલ લઈને જતા હતા ત્યારે ડમ્પર નંબર નં.GJ-36-T-3145ના ચાલકે હડફેટે લેતા ગંભીર ઇજાઓ પહોંચતા મૃત્યુ નીપજ્યું હતું. અકસ્માતની આ ઘટના અંગે વાંકાનેર સિટી પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.