પ્રાણ પ્રતિષ્ઠા પ્રસંગે સંતવાણીનું પણ આયોજન મોરબી : મોરબી તાલુકાના નાની વાવડી ગામે નવનિર્મિત ભૈરવ દાદા અને શનિદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને સંતવાણીનું સોમવારે આયોજન કરવામાં આવ્યું છે. મોરબી તાલુકાના નાની વાવડી ગામે ભૈરવ દાદા અને શનિદેવ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું તા.6ને સોમવારના રોજ શિવગંગા સોસાયટી,પાળાવાળા હનુમાનજી મંદિર,નાની વાવડી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.તેમજ રાતે 9 કલાકે સંતવાણીનું પણ આયોજન કરવામાં આવ્યું છે.સંતવાણીમાં કચ્છના ભજનીક ઈશ્વર ભાલાણી,મોરબીના કોમલબેન ચાવડા,લજાઈના વિજયભાઈ નિમાવત તથા તબલવાદક સંદીપ ડોડીયા,રિધામવાદક જગદીશ સાધુ અને બેંજોવાદક જોગીરાજ સાધુ ભજનની રમઝટ બોલાવશે. આ ધાર્મિક આયોજનનો લાભ લેવા મંદિરમહંત લાલદાસ ગોપાલદાસ નિમાવતે જાહેર આમંત્રણ પાઠવ્યું છે.