મોરબી : સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી.ના બોર્ડ ઓફ ડિરેક્ટરની ચૂંટણીમાં બોર્ડ ઓફ ડિરેક્ટરની બિન હરીફ નિમણુંક કરવામાં આવી છે. ગુજરાતની સહકારી સંસ્થા ગુજરાત સ્ટેટ કો.ઓપ.માર્કેટીંગ ફેડરેશન લી.(ગુજકોમાસોલ)ના બોર્ડ ઓફ ડીરેક્ટરની તાજેતરમાં જાહેર થયેલ ચુંટણીમાં આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે મોરબી જિલ્લા ભાજપ અગ્રણી અને સહકારી આગેવાન મગનભાઈ વડાવિયા સતત બીજી ટર્મમાં બિનહરીફ થતા . સમગ્ર સહકારી પરીવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવેલ