મોરબી: મોરબીના જાણીતા ઉદ્યોગપતિ અને કેરા વીટીફાઈડના નિલેશભાઈ જેતપરીયા સરદારધામમાં સ્થાપક ટ્રસ્ટી તરીકે જોડાયા છે. સરદારધામની વૈચારિકયાત્રામાં ઉપપ્રમુખ નટુભાઇ પટેલ-મેઘમણી ગૃપ (ભવનદાતા), ચેરમેન સિવિલ સર્વિસ કેન્દ્ર ટી.જી.ઝાલાવાડીયા (માનદ્દ મંત્રી), પ્રમુખ સેવક ગગજી સુતરીયા અને ટીમ સરદારધામની વિનંતીને માન આપીને નિલેશભાઇ જેતપરિયા (કેરા વિટ્રીફાઇડ- મોરબી) રૂ.51 લાખનું અનુદાન આપીને ગૌરવવંતા સ્થાપક ટ્રસ્ટીતરીકે વિશાલભાઈ આચાર્યની ઉપસ્થિતીમાં જોડાયા છે. ટીમ સરદારધામ અને સમગ્ર ટ્રસ્ટીગણ વતી નિલેશભાઈ જેતપરિયાનું હૃદયપૂર્વક સ્વાગત અને સન્માન કરીને અભિનંદન પાઠવ્યા હતા.