સામે પક્ષે ઘર પાસેથી નીકળવા બાબતે ઝઘડો થયાની ફરિયાદ નોંધાવી મોરબી : મોરબીના ત્રાજપર વિસ્તારમાં ઘર પાસેથી નીકળવા મુદ્દે તેમજ ગાળો બોલવા મામલે બે પરિવાર વચ્ચે ધોકા, પાઇપ, છરી જેવા હથિયારો સાથે સામસામે હુમલા કરી એક દુકાનમાં તોડફોડ કરવામાં આવતા બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ છે. મોરબી સિટી બી ડિવિઝન પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ મોરબીના ત્રાજપર વિસ્તારમાં ગઈકાલે સવારના સમયે જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતો મનુભાઇ પાટડીયાના મોટાબાપુને વાલજી શામજી જંજવાડીયા વગર વાંકે ગાળો આપતો હોય જેથી તેઓએ અન્યોને આ વાત કરતા આરોપીને સારું લાગ્યું ન હતું અને સવારના અગિયારેક વાગ્યાના સુમારે આરોપી (૧) વાલજીભાઇ શામજીભાઇ જંજવાડીયા (૨) દિપક શામજીભાઇ જંજવાડીયા (૩) અજય ઉર્ફે બુધ્ધો શામજીભાઇ જંજવાડીયા (૪) સંતોષ ઉર્ફે ટીટી શામજીભાઇ જંજવાડીયા (૫) સંજય ઉર્ફે અમરો શામજીભાઇ જંજવાડીયા (૬) ઉકાભાઇ જંજવાડીયા (૭) ધર્મેન્દ્ર જયંતીભાઇ જંજવાડીયા (૮) જયંતીભાઇ બાબુભાઇ જંજવાડીયા તથા બે અજાણયા માણસો ફરિયાદીના ઘર પાસે ધારીયુ, લોખંડના પાઇપ, ધોકા, છરી, જેવા હથીયાર સાથે આવી આડેધડ માર મારી છરીથી નાક પાસે તેમજ હોઠ ઉપર તથા ધોકાથી ડાબા હાથના બાવડામા માર મારી નજીકની દુકાનમા તોડફોડ કરી નુકશાન કરતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે સિટી એ ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૪૨૭, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે. સામાપક્ષે વાલજીભાઇ ઉર્ફે વાલો શામજીભાઇ જંજવાડીયાએ આરોપી (૧) નારણભાઇ મોહનભાઇ પાટડીયા (૨) ઉતમ નારણભાઇ પાટડીયા (૩) સુનીલ નારણભાઇ પાટડીયા (૪) જીતેન્દ્ર ઉર્ફે જીતો મનુભાઇ (૫) લાલજીભાઇ મોહનભાઇ પાટડીયા (૬) રમેશભાઇ મગનભાઇ ટીડાણી (૭) ગોરધનભાઇ મગનભાઇ ટીડાણી (૮) ધર્મેન્દ્ર લાલજીભાઇ પાટડીયા (૯) મનસુખભાઇ મોહનભાઇ (૧૦) હકાભાઇ ગોરધનભાઇ ટીડાણી (૧૧) વિશાલ ચેલાભાઇ પાટડીયા રહે- બધા મોરબી ત્રાજપર વાળાઓ વિરુદ્ધ સિટી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી જાહેર કર્યું હતું કે, પોતે આરોપી નારણ પાટડીયાના ઘર પાસેથી નીકળતા હોય આરોપીઓને સારું નહિ એક સંપ કરી ધારીયુ, લોખંડના પાઇપ, ધોકા, છરી, જેવા હથીયાર વડે હુમલો કરી ઇજાઓ પહોંચાડી હતી. બનાવ અંગે સિટી બી ડિવિઝન પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૪૩, ૧૪૭, ૧૪૮, ૧૪૯, તથા જી.પી.એકટ કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.