મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમેં ચોટીલા તાલુકાના પાંચવડા ગામેથી આરોપીને દબોચી લીધો મોરબી : મોરબી તાલુકા પોલીસ મથકના ધાડના ગંભીર ગુન્હામાં તેર વર્ષથી વોન્ટેડ રહેલો અપરાધી આખરે પોલીસની ગરીફતમાં આવ્યો છે. જેમાં મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમેં બાતમીના આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ ના ગુન્હામાં છેલ્લા ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપીને ચોટીલા તાલુકાના પાંચવડા ગામની સીમમાંથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા અંગે એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી મોરબીનાઓને સુચના આપતા જે અન્વયે એન.બી.ડાભી પો.સબ.ઇન્સ. એલ.સી.બી મોરબી તથા શ્રી એન.એચ.ચુડાસમા પો.સબ.ઇન્સ. એલ.સી.બી મોરબીના માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કવોડ મોરબી જીલ્લાના નાસતા ફરતા આરોપીને શોધી કાઢવા પ્રયત્નશીલ હોય તે દરમ્યાન પેરોલ ફર્લો સ્કવોડના પો.હેડ.કોન્સ. જયેશભાઇ વાઘેલા,ચંન્દ્રકાંતભાઇ વામજા તથા પો.કોન્સ. બ્રિજેશભાઇ કાસુન્દ્રાને ખાનગી રાહે મળેલ હકિકત આધારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ધાડના ગુન્હામાં ૧૩ વર્ષથી નાસતા ફરતા આરોપી ફતેસિંહ લખમણ સંગાડીયા ઉ.વ.૪૫ મૂળ.રહે.ભાંડાખેડા તા.રાણાપુર જી.જાંબુઆ (એમ.પી.) હાલ.રહે.પાંચવડા ગામની સીમ તા.ચોટીલા જી.સુરેન્દ્રનગરવાળાને ગઈકાલે પાંચવડા ગામની સીમમાંથી પકડી પાડી હસ્તગત કરી આગળની કાર્યવાહી અર્થે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોપી આપેલ છે. આ કાર્યવાહીમાં એમ.આર.ગોઢાણીયા પોલીસ ઇન્સ્પેકટર એલ.સી.બી. મોરબી તથા PSI એન.બી.ડાભી એન.એચ.ચુડાસમા, એ.ડી.જાડેજા તથા ASI પોલાભાઇ ખાંભરા, રજનીકાંત કૈલા, સંજયભાઇ પટેલ, કૌશીકભાઇ મારવણીયા તથા HC વિક્રમસિંહ બોરાણા, ચંન્દ્રકાંતભાઇ વામજા, રામભાઇ મંઢ, સહદેવસિંહ જાડેજા, જયેશભાઇ વાઘેલા, દશરથસિંહ ચાવડા, યોગીરાજસિંહ જાડેજા તથા PC બ્રિજેશભાઇ કાસુન્દ્રા, રવિરાજસિંહ ઝાલા, અશોકસિંહ ચુડાસમા પરાક્રમસિંહ જાડેજા સહિતના જોડાયા હતા.