માટેલ નજીક આવેલી સિરામીક ફેકટરીમાં વાંકાનેર તાલુકા પોલીસની કાર્યવાહી વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે માટેલ અમરધામ નજીક આવેલ સોલીજો સીરામીક ફેકટરીમાં કેન્ટીન સંચાલક દારૂ વેચતો હોવાની બાતમીને આધારે દરોડો પાડી આરસી બ્રાન્ડ વિદેશી દારૂના ચપલા સાથે કેન્ટીન સંચાલકને ઝડપી લીધો હતો. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના માટેલ અમરધામ રોડ ઉપર આવેલ સોલીજો સીરામીક ફેક્ટરીની કેન્ટીનમાં સંચાલક ઇદ્રીશભાઇ રહીમભાઇ પરાસરા, રહે-વાંકાનેર ગુલશન સોસાયટી ચૌધરી ટેઇલરવાળી શેરી ડો.દેકાવાડીયા સાહેબના મકાનમા ભાડેથી વાળો પાસ પરમીટ કે આધાર વગર પ્રરપ્રાન્તની ભારતીય બનાવટની અંગ્રેજી દારૂના ચપલા કેન્ટીનમાં વેચતો હોવાની બાતમીને બતમીને આધારે પોલીસે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન કેન્ટીનમાંથી રોયલ ચેલેન્જ પ્રીમીયમ રીઝર્વ વ્હીસ્કી 180 મીલીના ચપલા નંગ-30 કિંમત રૂપિયા 3000 મળી આવતા પોલીસે કેન્ટીન સંચાલકની અટકાયત કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો નોંધ્યો હતો.