ખેડૂતો દ્વારા કાર્બાઇડ કે કેમિકલ વગરની ઓરીજનલ ઝાડ પાક કેરીનું વ્યાજબી ભાવે વેચાણ મોરબી : મોરબીમાં હાલ કેસર કેરી નામે કાર્બાઇડથી પકવેલી કેરી ધાબડી દેવામાં આવે છે. મોરબીવાસીને કાર્બન ફ્રી અને કુદરતી રીતે પકવેલી એકદમ તાજી કેસર કેરીનો સ્વાદ ભરપૂર માણી શકે તે માટે મોરબીમાં ગીર સોમનાથના ખેડૂતો દ્વારા શનાળા રોડ ઉપર માર્કેટિંગ યાર્ડ પાસે સીધુ જ કેસર કેરી વ્યાજબી ભાવે વેચાણ કરવામાં આવે છે. જેમાંથી લોકોને એકદમ હેલ્ધી કેરી મળવાની સાથે ખેડૂતોને પણ સીધો નફો થાય છે. ઉનાળો મધ્યાહ્નને પહોંચે અને ફળોના રાજા ગણાતા કેરીની ડિમાન્ડ વધે તે સ્વાભાવિક છે. તમામ જાતની કેરીમાં કેસર કેરીની વાત જ અનોખી છે. સ્વાદ એકદમ મધમીઠો. ત્યારે આ ઉનાળા દરમિયાન મોરબીમાં કેસર કેરીની ડિમાન્ડ પુરી કરવા માટે ઠેરઠેર ઓર્ગેનિક કેરીનું વેચાણ થઈ રહ્યું છે. પણ જે ઓર્ગેનિક વસ્તુ ન હોવાથી મોરબીવાસીઓને કાર્બાઇડ ફ્રી અને કુદરતી રીતે પકવેલી કેસર કેરીની ડિમાન્ડ પુરી કરવા ગીર સોમનાથના ખેડૂતો દ્વારા છેલ્લા 5 વર્ષથી મોરબીમાં વેચાણ કરી રહ્યા છે. અહીં ખેડૂતો દ્વારા લોકોને કાર્બાઇડ કે કેમિકલ કોઈપણ પ્રકારના સ્પ્રે વગર સીધું જ આંબામાંથી તોડેલી કેરીઓનું વેચાણ કરી રહ્યા છે. જે લોકોને મોડામાં ચાંદા કે કોઈપણ પ્રકારનું નુકશાન વગર સીધું જ ફળ ખાઇ શકે તેવા ઉદ્દેશથી ઓર્ગેનિક કેરીના સ્ટોલનું આયોજન કર્યું છે. હાલમાં વ્યાજબી ભાવ અને શુધ્ધતાવાળી કેરી માટે બે સ્ટોલનું આયોજન કરેલ છે. શનાળા રોડ, માર્કેટ યાર્ડની આગળ, શિવશક્તિ પીયુસીની બાજુમાં,હાઉસીંગ બોર્ડની આગળ,અજંતા બંગલોઝની સામે કેરીનું વેચાણ ચાલુ છે વધુ વિગતો માટે ભાવિક વેકરિયા મો.97731 79380 નો સંપર્ક સાધવો.