ભારતમાં 22% લોકોને કબજિયાતની તકલીફ છે. આજકાલના વધતા જતા જંકફૂડ અને ઓછી શારીરિક પ્રવૃત્તિના કારણે આવી સમસ્યાઓ થાય છે. લોકો કબજિયાતથી છૂટકારો મેળવવા અનેક નુસખાઓ અપનાવી જુએ છે. પરંતુ જો તમારે કબજિયાતને જળમૂળથી દૂર કરવો છે તો તમારા ડાયટમાં આટલું જરૂર ઉમેરો... -દરરોજ દિવસ માં 2 વખત તકમારીયા અથવા ઇસબગુલ પીવો. - ઓટ્સ, ખજૂર અને અંજીર ખાવા. -ખાટા ફળો, કિવી, પપૈયું, અને જમરૂખ લેવા જોઈએ. -સૂતી વખતે દરરોજ એક કેળું ખાવાથી પણ કબજિયાત ની તકલીફ દૂર થાય છે. બપોરના ભોજન માં કોબી, બીટ, કાકડી, ટામેટા નું સલાડ ફરજીયાત લેવું જોઈએ. -લીલા વટાણા, લીલા વાલ પણ કબજિયાત થઈ છુટકારો આપે છે. -દિવસ માં 3 વખત અળસી નો મુખવાસ લેવાથી ફાયદો થાય છે. -દરરોજ યોગાસન જેવા કે પવનમુક્તાસન, પશ્ચિમોત્તસન, બાલાસન તથા ભુજંગાસન કરવાથી પેટ ના ગેસ અને કબજિયાતથી છુટકારો મળે છે. - ગોપીકા પટેલ